Saturday, 25 March 2023

રાજ ઠાકરેની ચેતવણી બાદ માહિમ તટ પરની ગેરકાયદેસર દરગાહ હટાવાય - -

 

  આનંદ શુક્લ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેની ચેતવણી બાદ મુંબઈમાં શિંદે સરકાર દ્વારા બુલડોઝર એક્શન જોવા મળ્યું. રાજ ઠાકરેએ સવાલ ઉઠાવીને ચેતવણી આપ્યાના ગણતરીના કલાકોમાં જ માહિમ સમુદ્ર તટ પરની ગેરકાયદેસર દરગાહને પ્રશાસને હટાવી દીધી છે.

 

બુધવારની રેલીમાં એમએનએસ ચીફ રાજ ઠાકરેએ ખુલ્લા મંચ પરથી મુંબઈના માહિમ સમુદ્ર તટ પરની દરગાહને લઈને ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે જો દરગાહ નહીં હટાવાય, તો નિર્માણ સ્થળ પર વિશાળ ગણપતિ મંદિર બનાવવામાં આવશે. રાજ ઠાકરેની ચેતવણીના બીજા જ દિવસે સવારે જ મુંબઈમાં ગેરકાયદેસર દરગાહને હટાવવાની કાર્વાહી શરૂ કરાય હતી. કલેક્ટરે 6 સદસ્યોની સમિતિ બનાવી હતી અને આ ટુકડીએ સ્થળનું નિરીક્ષણ કર્યું અને દબાણને હટાવી દેવાયું હતું. એક વાઈરલ વીડિયોમાં ટાપુ જેવી જગ્યા પર કેટલાક થાંભલા દેખાય છે અને ત્યાં લોકો પણ દેખાય રહ્યા છે.

 

એમએનએસ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સરકાર-પ્રશાસન અવગણના કરે છે, તો આવું થાય છે. આ અનધિકૃત નિર્માણ માહિમની મકદૂમ બાબા દરગાહમાં સમુદ્રમાં કરાય રહ્યું હતુ. બે વર્ષ પહેલા આ કંઈ ન હતું. એક નવી હાજીઅલી તૈયાર કરાય રહી છે. આ ધોળે દિવસે થઈ રહ્યું છે અને તેમ છતાં પણ પોલીસ અને નગરપાલિકાને દેખાય રહ્યું નથી?

 

મુંબઈમાં બીએમસી ચૂંટણીઓ યોજાવાની છે, તેના પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદને નેતૃત્વમાં શિવસેના એમએનએસ ચીફ રાજ ઠાકરે નજીક આવશેની ચર્ચા વચ્ચે માહિમના તટ પર ગેરકાયદેસર દરગાહ મોટો મુદ્દો બની શકે તેમ હતો. રાજ ઠાકરેની ચેતવણી બાદ બુલડોઝર એક્શન લેવાયું છે. આવી જ રીતે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવિસની સરકાર સત્તામાં આવી તેના પહેલા ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકાર વખતે રાજ ઠાકરેએ વાયુ પ્રદૂષણના મામલે મસ્જિદો પરના માઈક હટાવવાની માગણી કરી હતી. શું બીએમસી ચૂંટણી પહેલા આ માગણી પણ ફરીથી ઉઠશે અને તેમાં પણ રાજ ઠાકરેના દબાણમાં શિંદે સરકારને કાર્યવાહી કરવી પડશે કે સરકાર ખુદ એક્શન લઈને બીએમસી ચૂંટણી પહેલા મત સમીકરણો સાધવાની કોશિશ કરશે?

No comments:

Post a Comment