Saturday, 25 March 2023

આતંકવાદી અને હિંસક પ્રવૃત્તિ કરતા પ્રતિબંધિત સંગઠનો સામે આકરી કાર્યવાહીનો માર્ગ થયો મોકળો -

 

 - આનંદ શુક્લ

સુપ્રીમ કોર્ટે પોતાના જ એક ચુકાદાને પલટતા પ્રતિબંધિત સંગઠનના સદસ્ય હોવાને પણ ગુનો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આતંકવાદી અને હિંસક પ્રવૃત્તિ કરતા પ્રતિબંધિત સંગઠનો પર વધુ ધારદાર કાર્યવાહી કરવાનો માર્ગ ખુલ્યો છે.

પીએફઆઈ કે અન્ય પ્રતિબંધિત સંગઠનોના સદસ્યો સામે વધુ અસરકારક કાર્યવાહી કરવાનો માર્ગ હવે ખુલી ગયો છે. સુપ્રીમ કોર્ટે પોતાના જ 2011ના એક ચુકાદાને પલટતા કહ્યું છે કે ગેરકાયદેસર સંગઠનના સદસ્ય હોવું જ યુએપીએ હેઠળ કાર્યવાહીનો આધાર બની શકે છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે 2011ના પોતાના અરુપ ભુયન વિરુદ્દ આસામ સરકાર, ઈન્દિરા દાસ વિરુદ્ધ આસામ સરકાર અને કેરળ સરકાર વિરુદ્ધ રનીફ કેસના ચુકાદામાં કહ્યું હતું કે પ્રતિબંધિત સંગઠનના સદસ્ય હોવું જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનો આધાર બની શકે નહીં.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એમ.આર. શાહ, જસ્ટિસ સી.ટી. રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે યુએપીએની કલમ-10ની પેટાકલમ -એની પેટાકલમ એકની કાયદેસરતાને યથાવત રાખી છે. ખંડપીઠે કહ્યું છે કેયુએપીએનો ઉદેશ્ય કેટલીક ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવી અને તેમને રોકવાનો છે. પુનરાવૃત્તિની કિંમત પર, યુએપીએનો ઉદેશ્ય યુએપીએની જોગવાઈઓને આગળ વધારવામાં વ્યક્તિને એક ગેરકાયદેસર સંગઠનના સદસ્યને દંડિત કરવાનો છે. આ પ્રકારે કલમ- 10(એ)(i) સંપૂર્ણપણે બંધારણના અનુચ્છેદ- 19(1)(એ) અને 19(2)ને અનુરૂપ છે અને આ પ્રકારે યુએપીએના ઉદેશ્યોને અનુરૂપ છે.

 મહત્વપૂર્ણ છે કે 2011માં જસ્ટિસ માર્કંડેય કાત્જૂ અને જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રાની ખંડપીઠે ટાડા હેઠળ અપરાધો બદલ અરુપ ભુઈયાં અને તેના તુરંત બાદ ઈન્દ્ર દાસને બરી કર્યા હતા. સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે ટાડા કોર્ટે એક કથિત સ્વીકારોક્તિ નિવેદન પર ભરોસો કર્યો હતો અને અધિનિયમ હેઠળ એક પ્રતિબંધિત સંગઠનની સદસ્યતા માત્ર સજા માટે આધાર બની શકે નહીં

ખાસ કરીને, ખંડપીઠે કેરળ રાજ્ય વિરુદ્ધ રાનીફ કેસ સાથે અમેરિકન બિલ ઓફ રાઈટ્સ અને કેટલાક અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વાત કરતા ટાડા અધિનિયમ સંદર્ભે કહ્યુ હતુ કે અમારા અભિપ્રાયમાં કલમ-3 (5) ને શાબ્દિક રીતે વાંચી શકાય નહીં, નહીંતર તે બંધારણના અનુચ્છેદ-19 અને 21નું ઉલ્લંઘન કરશે. માટે માત્ર પ્રતિબંધિત સંગઠનની સદસ્યતા કોઈ વ્યક્તિને ત્યાં સુધી અપરાધી બનાવશે નહીં, જ્યાં સુધી તે હિંસાનો સહારો લેતો નથી અથવા ઉશ્કેરતો નથી. લોકો હિંસા કરે છે અથવા હિંસા માટે ઉશ્કેરવાથી જાહેર અવ્યવસ્થા પેદા કરે છે.

2014માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ત્રણ મામલાઓમાં મોટા મુદ્દાની સુનાવણી એક લાર્જર બેંચ દ્વારા થવી જોઈએ. આ વર્તમાન સંદર્ભનું કારણ બન્યું. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિંસક અને આતંકવાદી-ઉગ્રવાદી ગતિવિધિઓને કારણે પ્રતિબંધિત થયેલા સંગઠનોના સદસ્યોની સામે કાર્યવાહી વધુ ધારદાર બનાવી શકાશે.

 

No comments:

Post a Comment