- આનંદ શુક્લ
સોશયલ મીડિયા પર
રાહુલ ગાંધીને ઘણી બાબતો પર ટ્રોલ કરવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના જેકેટ પર
હાથ લગાવતા વીડિયોની ક્લિપ વાયરલ કરીને દાવો કરાયો હતો કે રાહુલ ગાંધી પોતાનું નાક
સાફર કરીને જેકેટ પર લુંછી રહ્યા છે. રાહુલ ગાંધીએ જૂના વીડિયો પર આજે સંસદ
પરિસરમાંથી બહાર આવતી વખતે કટાક્ષ કર્યો હતો.
સોશયલ મીડિયા
માહિતી માટે વરદાન છે. પરંતુ દુષ્પ્રચાર માટેનું હથિયાર પણ છે. રાહુલ ગાંધીનો એક
જૂનો વીડિયો વાયરલ થયો હતો અને તેમા દાવો કરાયો હતો કે મલ્લિકાર્જૂન ખડગેની પીઠ પર
પોતાનું નાક સાફ કરીને લુછી રહ્યા છે. જો કે આ વાયરલ વીડિયો જેવું બતાવાયું છે, તેવો ન હતો.
રાહુલ ગાંધીએ
સંસદ પરિસરની બહાર આવી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને સહારો આપતા
દેખાયા હતા અને પોતાના જૂના વીડિયો પર તેમણે કટાક્ષ પણ કર્યો હતો.
રાહુલ ગાંધી આ
વીડિયોમાં ખડગેને કહેતા દેખાય રહ્યા છે કે જો હું તમને હાલ અડું છું, તો તેઓ કહે છે કે મેં
તમારી પીઠ પર હું મારું નાક લુંછી રહ્યો છું. શું તમે જોયું છે? હું ત્યાં તમારી મદદ કરી
રહ્યો છું, તે કહે છે કે હું
નાક લુંછી રહ્યો છું.
રાહુલ ગાંધીએ આ
કટાક્ષ મલ્લિકાર્જૂન ખડગેની સાથેના 18 માર્ચના વીડિયો પર તેમના ટ્રોલિંગ મામલે
કર્યો હતો. તે વીડિયોમાં ખડગે અને રાહુલ ગાંધી સંસદમાંથી બહાર નીકળી રહ્યા હતા.
રાહુલ ગાંધી મલ્લિકાર્જૂન ખડગેની પાછળ ચાલી રહ્યા હતા. રાહુલે તેમને પુછયું હતું
કે ખડગેજીની કાર ક્યાં છે. ત્યારે એક શખ્સે કહ્યુ કે કાર પાછળ ઉભી છે. ત્યારે
રાહુલ ખડગેને પુછે છે કે તમારે ક્યાં જવું છે? હું તમને મૂકી જવું. પછી
બંને એક જ કારમાં બેસી ગયા.
મહત્વપૂર્ણ છે કે
ગુરુવારે સુરતની કોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા
આપી હતી. તેની સાથે તેમને ઉપલી અદાલતમાં અપીલ માટે 30 દિવસના જામીન પણ મળ્યા છે.
તેના પછી તેઓ સંસદની કાર્યવાહીમાં સામેલ થવા આવ્યા હતા. સંસદમાં સત્તાપક્ષ રાહુલ
ગાંધીની લંડન સ્પીચ પર માફીની માગણી કરી રહ્યો હતો અને વિપક્ષ અદાણી-હિંડનબર્ગ
મામલે જેપીસી તપાસની માગણી કરી રહ્યો હતો. હંગામાને કારણે કાર્યવાહી 2 વાગ્યા સુધી
સ્થગિત થઈ હતી.
No comments:
Post a Comment