- આનંદ શુક્લ
નીડર પત્રકારત્વ
અને અભયતાથી નિર્ભયતા પામેલા પ્રામાણિક પત્રકારો ભારતની લોકશાહીને જીવંત રાખવા
માટે જરૂરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાઈ. ચંદ્રચૂડે આ વાત એક એવોર્ડ
ફંક્શનમાં કહી છે અને તેનાથી ભારતમાં ફરીથી ફ્રી પ્રેસ-તટસ્થ પ્રેસની હાજરી કેટલી
જરૂરી છે, તેની ચર્ચાનો નવો
તબક્કો શરૂ થઈ ચુક્યો છે.
લોકશાહી, લોકો વડે, લોકો દ્વારા અને લોકો
માટે ચાલતું તંત્ર છે. લોકશાહીના ત્રણ સ્તંભો - ધારાતંત્ર, કારોબારી અને ન્યાયતંત્ર
છે. પ્રજાહિતોની સુરક્ષા માટેનો ચોથો સ્તંભ એટલે પ્રેસ-મીડિયા છે. ભારતની
લોકશાહીની સુરક્ષા, સંરક્ષણ અને
સંવર્ધન માટે ચોથી જાગીર એટલે કે મીડિયા-પ્રેસની સ્વતંત્રતાને મહત્વની ગણાય છે.
ત્યારે કેટલાક
સમયથી ભારતમાં પ્રેસની સ્વતંત્રતાની ચર્ચા વચ્ચે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાઈ.
ચંદ્રચૂડે ઈન્ડિયન એક્સપ્રેસના રામનાથ ગોયનકા ફાઉન્ડેશનમાં બોલતા કહ્યુ છે કે
જ્યારે પ્રેસને સત્તાને આકરા સવાલો પુછવાથી રોકવામાં આવે છે, ત્યારે લોકશાહીની જીવંતતા
સાથે સમજૂતી થાય છે.
સીજેઆઈ
ડી.વાઈ.ચંદ્રચૂડે કહ્યુ છે કે મીડિયા
રાજ્યની અવધારણાનો ચોથો સ્તંભ છે અને આ પ્રકારે આપણી લોકશાહીનો અભિન્ન હિસ્સો છે.
એક લોકશાહીમાં આ બેહદ જરૂરી છે કે આપણે તે પત્રકારત્વને પ્રોત્સાહિત કરવું જોઈએ જે
દેશની સરકારને આકરા સવાલો પુછી શકે. કોઈપણ દેશની લોકશાહીની જીવંતતા ત્યારે
પ્રભાવિત થાય છે, જ્યારે પ્રેસને
આમ કરવાથી રોકી દેવામાં આવે છે. જો કોઈ દેશને સ્વસ્થ લોકશાહી બની રહેવું છે, તો તે દેશમાં પ્રેસની
સ્વતંત્રતા રહેવી જોઈએ.
સીજેઆઈ ડી. વાઈ.
ચંદ્રચૂડે પ્રેસની આઝાદીમાં સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે અમે અમારા ઘણાં ચુકાદાઓમાં પ્રેસની આઝાદી પર
ભાર મૂક્યો છે. અમારું માનવું છે કે જ્યાં સુધી ભારતની લોકશાહી સુરક્ષિત રહેશે
ત્યાં સુધી પત્રકાર બદલાના ખતરાના ડર વગર સત્તાને સાચું કહી શકે છે.
સીજેઆઈએ મીડિયા
ટ્રાયલ પર પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે
આવુ કરવાથી દૂરોગામી પરિણામ હોઈ શકે છે, કારણ કે ત્યાંથી એવી
ધારણાં જન્મ લેતી હોય જે વ્યક્તિને ટ્રાયલ પહેલા જ જનતાની નજરોમાં ગુનેગાર બનાવી
દે છે.
ભારતના મુખ્ય
ન્યાયાધીશ ડી. વાઈ. ચંદ્રચૂડે દેશમાં પત્રકાર જજોના ભાષણો અને ચુકાદાઓને ચુનિંદા
રીતે ટાંકે છે, તેના બાબતે પણ
ચિંતા વ્યક્ત કરી છે. GFX_OUT ટૂંકમાં
લોકશાહીમાં લોકો માટેની જવાબદારીની બાદબાકી પણ પ્રેસ-મીડિયા કરી શકે નહીં તેવી
સલાહ પણ આમાથી નીકળી રહી છે. કોઈપણ સ્વતંત્રતા જવાબદારી અને જવાબદેહીથી પર હોઈ શકે
નહીં.
No comments:
Post a Comment