- આનંદ શુક્લ
લોકસભાની
ચૂંટણીના એક વર્ષ પહેલા ફરી એકવાર દિલ્હીમાં કિસાન આંદોલનની સ્થિતિ બની રહી છે.
દિલ્હીમાં હજારો કિસાનોની મહાપંચાયત થઈ રહી છે. શું આ ચૂંટણી પહેલાની સત્તાપક્ષને
પાડવાની કોઈ રણનીતિ છે અથવા કિસાનોનું ચૂંટણી સિવાય સરકાર સાંભળતી નથી હોતી તેનું
આ પરિણામ છે?
દિલ્હીના રામલીલા
મેદાનમાં સોમવારે કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતો
પહોંચી રહ્યા છે. કિસાન સંગઠનોના સમૂહ એસકેએમએ કહ્યું હતું કે એમએસપીને કાયદાકીય
રૂપ આપવા માટે દબાણ બનાવવા માટે દિલ્હીમાં મહાપંચાયત આયોજીત કરાશે.
એસકેએમના નેતા
દર્શનપાલ સિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે 9 ડિસેમ્બર, 2021ના રોજ સરકારે લેખિત
આશ્વાસન આપ્યું હતું, તેને પૂર્ણ કરવું
જોઈએ. આ સિવાય ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે અસરકારક પગલા ઉઠાવવા જોઈએ. મહત્વપૂર્ણ
છે કે સંયુક્ત કિસાન મોર્ચાએ પણ ત્રણેય કૃષિ કાયદાઓની વિરુદ્ધ એક વર્ષ સુધી આંદોલન
કર્યા હતા. તેના પછી કેન્દ્ર સરકારે આ કાયદાઓને પાછા ખેંચવા પડયા હતા.
સરકારે કહ્યું
હતું કે તે ખેડૂતોની માગણીઓને માનશે. જે ખેડૂતોની વિરુદ્ધ કેસ નોંધાયા છે તેને
પાછા ખેંચવામાં આવશે અને એમએસપી માટે કાયદાકીય ગેરેન્ટી આપવામાં આવસે. સંયુક્ત
કિસાન મોરચાએ કેન્દ્ર દ્વારા બનાવાયેલી એમએસપી કમિટીને પણ ભંગ કરવાની માગણી કરી
હતી. ખેડૂતોની માગણી છે કે જે ખેડૂતોના આંદોલન દરમિયાન મોત નીપજ્યા હતા, તેમનના પરિવારને વળતર
અપાય. આ સિવાય વીજ બિલો અને કર્જને માફ કરવામાં આવે. કિસાન પેન્શનની પણ માગણી કરી
રહ્યા છે.
એસકેએમ દ્વારા
જેપીસી દ્વારા રિફર કરાયેલા ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ડ બિલ 2022ને પાછું લેવાની
માગણી કરાય છે. સંયુક્ત કિસાન મોરચા કહેવું છે કે સરકારે લેખિતમાં આ ભરોસો આપ્યો
હતો કે એસકેએમની સાથે ચર્ચાવિચારણા વગર બિલને ગૃહમાં રજૂ કરાશે હીં. પરંતુ તેને
સીદું ગૃહમાં રજૂ કરી દેવામાં આવ્યું. ખેડૂતોની માગણી છે કે ખેતકામ માટે નિશુલ્ક
વીજળી મળવી જોઈએ. આ સિવાય 300 યૂનિટ સુધી ઘરેલી વીજળી પર બિલ માફી હોવી જોઈએ.
હવે ખેડૂતોને
જમીન સંપાદન બિલ અને વટહુકમો વખતે આંદોલન કરીને પોતાની વાત મનાવવી પડી હતી. ત્રણ
કૃષિ કાનૂનો પાછા ખેંચાવા લાંબી એક વર્ષની લડાઈ લડવી પડી હતી. દરેક વખતે લોકસભા કે
અન્ય મહત્વની ચૂંટણીનો સમય હતો. આ વખતે પણ લોકસભાની ચૂંટણીને એક વર્ષ પહેલા
કિસાનોએ માગણીઓને લઈને સળવળાટ શરૂ કર્યો છે. તો ખેડૂતોની કેટલી માગણી યોગ્ય છે, કેટલી સમસ્યાનું સમાધાન
થઈ શકે છે, આની પાછળ રાજકારણ
છે કે કોઈપણ સરકાર ખેડૂતોનું ચૂંટણી સિવાય સાંભળતી નથી તે કારણભૂત છે, તેનો વિચાર થવો જરૂરી છે.
આખરે ખેડૂતો અન્નદાતા છે અને તેમને સમસ્યાઓમાંથી છૂટકારો મળે અને અપાયેલા વાયદા
પૂર્ણ થાય તે જરૂરી છે.
No comments:
Post a Comment