- આનંદ શુક્લ
શું મોદી સરકાર
એક પોસ્ટરથી ડરી ગઈ? દિલ્હીમાં એક
પોસ્ટર લગાવવાના મામલે 100 લોકો સામે એફઆઈઆર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી
દ્વારા આ મામલે ઘણી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની ભારત અને ભારત બહારની લોકપ્રિયતા પર કોઈને કોઈ શંકા નથી. 2014 અને
2019માં લોકસભાની ચૂંટણી ભાજપ મોદીની લોકપ્રિયતાને કારણે જીતી છે. મોદી સરકાર
ભારતની મજબૂત સરકારોમાંથી એક છે. પરંતુ શું આ મોદી સરકાર એક પોસ્ટરથી ડરી જાય ખરી? આ સવાલ એટલા માટે થઈ
રહહ્યો છે કે રાજધાની દિલ્હીમાં કોઈએ મોદી હટાવો -દેશ બચાવોના પોસ્ટર લગાવી દીધા
છે. દિલ્હીમાં પોલીસે આ મામલામાં 100 એફઆઈઆર નોંધી છે. દિલ્હીમાં જે વિસ્તારોમાં
આવા પોસ્ટર લાગ્યા છે, ત્યાની તસવીરો
પ્રમામે પોસ્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસના નામ છપાયા નથી. ટેલિવિઝન રિપોર્ટ પ્રમાણે, 6 લોકોની ધરપકડ કરવામાં આવી
છે.
મોડી સાંજે
ઝડપાયેલા લોકોએ પોલીસને કહ્યું કે એક રાજકીય પાર્ટી આ પોસ્ટર લગાવડાવી રહી હતી. આમ
આદમી પાર્ટીએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે આ પોસ્ટરમાં એવું શું વાંધાજનક છે, જે લગાવવા પર મોદીજીએ 100
એફઆઈઆર કરાવી દીધી? પીએમ મોદી, તમને કદાચ ખબર નથી પરંતુ
ભારત એક લોકશાહી દેશ છે. એક પોસ્ટરથી આટલો ડર, કેમ?
ઝડપાયેલા લોકો
2000 પોસ્ટરો લગાવી ચુક્યા હોવાનું પોલીસ પૂછપરછમાં ઉજાગર થયું છે અને આટલા જ
પોસ્ટરોને જપ્ત કરવામાં આવ્યા છે. એફઆઈઆરમાં આ લોકો પર પીએમની છબી ખરાબ કરવાનો
આરોપ અને સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
કેટલાક મીડિયા
અહેવાલોમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયમાંથી નીકળેલી વાનને પણ પોલીસે જપ્ત કરી છે.
મહત્વપૂર્ણ છે કે મોદીની લોકપ્રિયતા જનતાના દિલનો મામલો છે, આ કોઈ પોસ્ટરથી શું હચમચી
જશે? આ સિવાય ઈન્દિરા
ગાંધીના શાસન દરમિયાન ગરીબી હટાવોના સૂત્ર સામે વિપક્ષે ઈન્દિરા હટાવો-દેશ બચાવો
સૂત્રથી વળતો પ્રચાર શરૂ કર્યો હતો. લોકશાહીમાં તો આવું થતું રહે છે, ત્યારે સોશયલ મીડિયા પર
પણ ચર્ચા થાય છે કે પોસ્ટર લગાવનારા કોઈ મોદીને હટાવી શકવાના નથી- આ કામ લોકશાહી
વ્યવસ્થામાં લોકો જ કરી શકે છે અને લોકોમાં મોદીની લોકપ્રિયતા હોવાના સર્વે અને
દાવાઓ નિયમિતપણે આવતા રહે છે, તો આટલો ડર શા
માટે?
No comments:
Post a Comment