- આનંદ શુક્લ
રાહુલ ગાંધીએ
મોદી સરનેમને લઈને વિવાદીત ટીપ્પણી કરીને પોતાની સંસદીય સદસ્યતા પર જોખમ વ્હોરી
લીધું છે. હવે ઈડી-સીબીઆઈના સકંજામાં ફસાયેલા આરજેડીના નેતા અને બિહારના
ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ ગુજરાતીઓની લાગણીને ઠેસ પહોંચાડતું નિવેદન કરીને
હદ વટાવી છે.
પીએનબી ગોટાળાના
આરોપી મેહુલ ચોક્સી પરથી રેડ ક્રોસ નોટિસ હટાવવાને મામલે વાત કરતા બિહારના
ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓ પર વિવાદીત ટીપ્પણી કરી છે. તેજસ્વી યાદવની
ટીપ્પણી વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ કહી
રહ્યા છે કે ગુજરાતી જ ઠગ હોઈ શકે છે. પણ ભાઈ તેજસ્વી યાદવ તમારી રાજકીય લડાઈ અલગ
છે અને ગુજરાતીઓને ઠગ ગણાવવા અલગ છે, આ વધારે પડતું પણ
તમને નથી લાગતું...?
વાયરલ વીડિયોમાં
તેજસ્વી યાદવ મેહુલ ચોક્સીને મળેલી રાહતને લઈને કહેતા સંભળાય છે કે બે ઠગ છે ને. આજે દેશની સ્થિતિ જોવામાં આવે તો
માત્ર ગુજરાતી જ ઠગ હોઈ શખે છે અને તેમના ઠગને માફ કરવામાં આવશે. એલઆઈસીના પૈસા, બેંકાના પૈસા આપી દો અને
પછી તે લોકો લઈને ભાગી જાય તો કોણ જવાબદાર હશે? અથવા આ ભાજપાઈ જ ભાગી જાય
તો શું થશે? કેટલા લોકો છે
આવા. તેમના મિત્રો તેમના યાર, જે ભ્રષ્ટાચાર
કરી રહ્યા છે, પરંતુ તેમના પોપટ
પાંજરામાંથી નીકળતા નથી.
મેહુલ ચોકસી
સિવાય તેજસ્વી યાદવે તેમના અને તેમના પરિવાર પર લેન્ડ ફોર જોબ મામલે સીબીઆઈ અઆને
ઈડીની કાર્યવાહીને લઈને નિવેદન આપ્યું હતું. તેજસ્વીને રિપોર્ટરે પુછયું કે ભાજપના
લોકો કહે છે કે તેજસ્વી યાદવને જેલમાં જવું પડશે, તો તેમણે કહ્યુ હતુ કે
ભાજપ જે ઈચ્છશે તે જ થશે? તાનાશાહી છે શું ? ત્યારે તો અમે કહી રહ્યા
છીએ કે લોકશાહી અને બંધારણ ખતરામાં છે. આ લોકો બધું કંટ્રોલ કરવા માંગે છે. બે વાર
સીબીઆઈએ તપાસ કરી લીધી છે. લીગલ મેટર છે, માટે લીગલી સામનો
કરીશું અમે લોકો. પરંતુ આ જાણવું જરૂરી છે કે તેની પાછળ સ્ક્રિપ્ટ રાઈટર છે કોણ?
તેજસ્વી યાદવના
નિવેદન પર બિહાર ભાજપ સોશયલ મીડિયા પ્રબંધન વિભાગના પ્રમુખ રંજન કુમાર ગૌતમે કટાક્ષ
કરતું ટ્વિટ કર્યું હતું કે તેજસ્વી યાદવે બધાં ગુજરાતીઓને ઠગ ગણાવ્યા, ચારા ચોરવીરના લાલ
તેજસ્વી યાદવના વક્તવ્યને હંમેશા યાદ રાખજો ગુજરાતવાસીઓ... ગુજરાત આવવા પર આને
દાંડિયા નૃત્ય કરાવીને પશુઓનો ચારો ખવડાવવાનું ભૂલતા નહીં.
મહત્વપૂર્ણ છે કે
પંજાબ નેશનલ બેંક ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીને ઈન્ટરપોલમાંથી મોટી રાહત મળી છે.
અપરાધ નિયંત્રણ અને પોલીસ સહયોગ સાથે જોડાયેલા આ આંતરરાષ્ટ્રીય સંગઠને ચોક્સી પર
લગાવેલી રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી છે. મેહુલ ચોકસી 13 હજાર 500 કરોડ
રૂપિયાના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપીઓમાં સામેલ છે. તે જાન્યુઆરી-2018માં
ભારતમાંથી ફરાર થયો હતો. આને સીબીઆઈની મેહુલ ચોકસીને ભારત લાવવાની કોશિશને આંચકા
તરીકે જોવાય છે.
No comments:
Post a Comment