રસોડા માટે આગ બેહદ જરૂરી ચીજ છે, પરંતુ તે આગ માચિસની જગ્યાએ મોંઘવારીથી સળગે, તો આખા દેશના સળગી ઉઠવાનો ખતરો છે. મોંઘવારી પર 12મી વખત સંસદમાં ચર્ચા થઈ રહી છે, પરંતુ સત્ય એ છે કે અત્યાર સુધી તે કોઈ સમાધાન સુધી પહોંચી નથી.
સરકાર સાંસદો સાથે ચર્ચાનો કર્મકાંડ કરી રહી છે. તેવામાં ભૂતપૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ જે વાતો તરફ ઈશારો કર્યો છે, તેના પર ધ્યાન આપવું જોઈએ. આપણાં ભંડાર ભરેલા હોય અને લોકોને ખાદ્યાન્ન ન મળી શકે, તેનાથી વધારે શરમની વાત અન્ય શું હોઈ શકે. તેમનું આ સૂચન ધ્યાન આપવા જેવું છે કે સરકાર જો 250 લાખ ટન ખાદ્યાન્ન બજારમાં ઉતારી દે તો મોંઘવારી ખુદ ઓછી થઈ જશે. અને સરકાર તરફથી અનુમાનિત આઠ ટકા ગ્રોથનો અર્થ જો મોંઘાવારીનું આ પ્રકારે વધતું જવું છે, તો આપણે આવો ગ્રોથ જોઈતો નથી.
સુરસાની જેમ મોઢું ફાડતી જઈ રહેલી આ મોંઘવારીને કારણે દેશના આમ આદમીનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. રોજબરોજ ઉપયોગની તમામ વસ્તુઓ તેમની પહોંચની બહાર થઈ રહી છે. તેવામાં વડાપ્રધાનના અર્થશાસ્ત્રી હોવાનો દેશની આમ જનતાને ફાયદો શું? જવાબમાં એ તર્ક આપવામાં આવી રહ્યો છે કે આજે આખી દુનિયા મોંઘવારીના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવી વાતો સરકારને સંતુષ્ટ કરી શકે છે, પરંતુ તે લોકોનું પેટ ભરી શકતી નથી. માટે સૌથી જરૂરી છે, લોકોની ખરીદ સીમામાં તેમની જરૂરિયાતની વસ્તુઓનું હોવું. એવું અર્થશાસ્ત્ર શું કામનું જે દેશની જનતાના દુ:ખને સમજી શકે નહીં? પરંતુ વિડંબણા એ છે કે સરકાર બીમારીના મૂળ સુધી પહોંચવાના બદલે પોતાની તકનીકી મુહાવરાબાજીથી લોકોને સંતુષ્ટ કરવા ચાહે છે. તે વારંવાર એ બતાવી રહી છે કે અહીં વિકાસ દર ઝડપી થવાથી મોંઘવારી વધી રહી છે. મોંઘાવારીની ઝડપ રોકવા માટે વિકાસની ગતિ ઓછી કરવી પડશે.
પરંતુ આ ક્યાં વિકાસની વાત કરી રહી છે. હાલ તો તે ન તો ઈન્ફ્રાસ્ટ્રકટરનો વિકાસ કરી રહી છે અને ન તો પ્રોડક્ટિવિટીનો. સડક, રેલવે, પોર્ટ, શાળા અને હોસ્પિટલનું નિર્માણ ઘણી ધીમી ગતિથી થઈ રહ્યું છે. નરેગાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં કોઈ લાભ નથી. ખેતીમાં કોઈ બુનિયાદી પરિવર્તન આવ્યું નથી. સરકાર વારંવાર જે ગ્રોથ રેટની વાત કરે છે, તે પ્રાઈવેટ સેક્ટરની દેણ છે. તેના પર બ્રેક લગાવીને તે મોંઘવારી કેવી રીતે નિયંત્રિત કરશે? મોંઘવારીનું કારણ એ છે કે તેનું ગર્વનન્સ ઠીક નથી. સપ્લાઈ ચેન પર તેનું નિયંત્રણ નથી. યુપીએ-2ના સત્તામાં આવ્યા બાદથી તે સતત કહી રહી છે કે સરકાર સપ્લાઈ ચેનને દુરસ્ત કરવાની કોશિશ કરી રહી છે. પરંતુ તે આત્મ મુગ્ધ છે. આઈનામાં જ્યારે તે પોતાનું મોઢું જોવે છે, તો તેને કેટલાંક શાનદાર આંકડા નજરે પડે છે. દુર્ભાગ્યથી તે જનતાને ક્યારેય ખુશ કરતી નથી. અને સંસદની ચર્ચાનો આ સંદેશ છે.
(સૌજન્ય- નવભારત ટાઈમ્સ)
No comments:
Post a Comment