Saturday, 13 August 2011

સભ્ય સમાજનો કલંકિત ચહેરો



ડૉ. ગૌતમ સચદેવ

બ્રિટનની રાજધાની લંડનના ટોટનહમ ઉપનગરમાં 6 ઓગસ્ટની રાત્રે શરૂ થયેલા હુલ્લડ જે ઝડપથી લંડનના ઉપનગરો અને દેશના ઘણાં શહેરોમાં ભડક્યા તેણે બ્રિટિશ પોલી અને સરકારની સાથેસાથે આખી દુનિયાને ચોંકાવી દીધી. હુલ્લડોમાં મુખ્ય નિશાન રહી દુકાનો, જેને તોફાની તત્વોએ લૂંટી, તોડી અને બાળી નાખી. કરોડોનું નુકસાન થયું. ઘણાં ઓછાં લોકો તેના મૂળ કારણોનું યોગ્ય વિશ્લેષણ કરી શક્યા છે. વડાપ્રધાન ડેવિડ કેમરૂન પ્રમાણે, આ બ્રિટિશ સમાજને બીમાર અને ખંડિત સ્વરૂપે પ્રસ્તુત કરે છે. મીડિયા, રાજકારણી અને આમ જનતા આનું પોતપાતની દ્રષ્ટિથી વિશ્લેષણ કરી રહ્યાં છે. કોઈને આ પોલીસના બજેટમાં કમી અને પોલીસકર્મીઓની સંખ્યામાં કાપ કરવાનું પરિણામ દેખાય છે, તો કોઈને પોલીસનું દોષયુક્ત પ્રબંધ કૌશલ દેખાય છે. કેટલાંક અન્યોને આ હુલ્લડો અને લૂંટમારની પાછળ ગુંડા, ઉપદ્રવીઓ, લૂંટારાઓ અને લાલચું લોકોનું પાગલપન દેખાઈ રહ્યું છે. જો કે આજકાલ મંદી અને કાપનો તબક્કો ચાલી રહ્યો છે અને સરકાર દરેક ક્ષેત્રમાં આર્થિક અંકુશ લગાવી રહી છે, માટે ઘટતી આવક, મોંઘવારીમાં વૃદ્ધિ, વધતી બેકારી અને વ્યવસાયોના ઠપ્પ થવાનો પણ દોષ જણાવાય રહ્યો છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર સંતાનોની ઉપેક્ષા કરે છે, તેમની યોગ્ય દેખભાળ કરતા નથી અથવા તેમને સારા સંસ્કાર આપતા નથી. શરાબખોરી અને ઉન્મુક્ત સેક્સમાં વૃદ્ધિ થઈ રહી છે જેનાથી પરિવેશ બગડી રહ્યો છે. ગોરો સમાજ વંશવાદી છે, જેમાં પોલીસ પણ સામેલ છે વગેરે વગેરે. કેટલાંક લોકો કહે છે કે જ્યારે સરકાર પાસે પૈસા નથી તો તે બીજા દેશોમાં સેનાઓ કેમ મોકલે છે અને કેમ લાખો-કરોડો બરબાદ કરે છે? એટલું જ નહીં મંદી છતાં રાજકારણી ખુદ એશ કરે છે. મીડિયાના કેટલાય એવા ટિપ્પણીકાર પણ છે કે જે કહે છે કે સરકારે દરેક પાંચ-દસ વર્ષમાં થનારા હુલ્લડોથી કોઈ બોધપાઠ લીધો નથી.

અલગ-અલગ વર્ગોના અલગ-અલગ અભિપ્રાયના આ ઘટાટોપમાં યોગ્ય કારણ સામે આવી રહ્યું નથી. તેમાં કોઈ શંકા નથી કે બ્રિટિશ સમાજ ખંડિત છે, તેમા વંશવાદ છે, નૈતિક આચરણનો હ્રાસ છે અને નકામાપણું તથા લાલચ છે. પોલીસ પણ ભૂલો કરે છે, પરંતુ તાજેતરના હુલ્લડો પાછળ તાત્કાલિક અને અસલી કારણ આ નથી. હકીકતમાં કેટલાંક તકવાદી લૂંટારા અને ગુંડાઓને મફતમાં માલ ઉડાવવા અને તોફોડ કરવાની તક મળી છે. હજી સુધી કોઈએ પણ સરકાર, પોલીસ, રાજકીય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાની ટીકા કરી નથી. ઉપર ગણાવયેલા કારણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યોગ્ય હોઈ શકે છે, પરંતુ તાત્કાલિક અને અસલ કારણ હોય તેમ લાગતું નથી. મોટાભાગના સ્થાનો પર જે ઘટનાઓ થઈ તેમાં ગોરા અને કાળા તમામ લોકો સામેલ છે. સ્વાભાવિક છે કે તેનું કારણ વંશવાદી હોઈ શકે નહીં. દુકાનો લૂંટવી, તોડફોડ કરવી, આગ લગાવવી અને પોલીસ પર હુમલો કરવા પાછળ એ કારણ દેખાય છે કે હુલ્લડખોરો મોંઘામાં મોંઘો સામાન જલ્દીથી ભેગો કરવા અને ઉત્પાત મચાવવા ચાહતા હતા.
હુલ્લડખોરોની સામાજીક ઉત્તરદાયિત્વહીનતા, લોભ, રોગિષ્ટ માનસિકતા, અપરાધી મનોવૃતિ અને કુસંગતિ જ આ ઘટનાઓનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ કારણોમાં પોલીસની ભૂલો અને તેમની નિષ્ક્રિયતા અથવા ઉપેક્ષાને પણ સામેલ કરી શકાય છે. શરૂઆતમાં તે લૂંટમાર અને હુલ્લડ કરનારાઓને ચુપચાપ જોતી રહી. એ પણ ઠીક છે કે પોલીસે તથાકથિત અપરાધી માર્ક ડૂગન પર ખોટો આરોપ લગાવી તેને ગોળીએ દીધો અને તેના પરિવાર અને ટેકેદારો તરફ ધ્યાન આપ્યું નહીં. પરંતુ સવાલ છે કે તેમના માટે લંડનના કેટલાંય વિસ્તારો અને દેશના ઘણાં શહેરોમાં અચાનક હિંસા અને લૂંટફાટ કેવી રીતે શરૂ થઈ શકે છે? ક્યાંય પણ કોઈએ એમ કહ્યું નથી કે તેઓ માર્ક ડૂગનથી સંવેદના અને સહાનુભૂતિ પ્રગટ કરવા માટે નીકળ્યા છે. 

આ લૂંટફાટ અને તોડફોડમાં ઉપદ્રવીઓ અને લૂંટારાઓની આધુનિક તકનીકે પણ ઘણી મદદ કરી. મોબાઈલ, ટ્વિટર અને ફેસબુક દ્વારા ગુનેગારોએ ખુદ પણ જાણકારી મેળવી અને બીજાને પણ જણાવ્યું કે ક્યાં લૂંટફાટ અને તોફાન મચાવવાની સારી તક છે. મીડિયામાં તેની ખૂબ ટીકા થઈ રહી છે, પરંતુ તેનાથી ઈન્કાર કરી શકાય નહીં કે મોબાઈલ અને ઈન્ટરનેટે પોલીસ અને લોકોને સચેત રહેવા અને સુરક્ષા રાખવા માટે પણ તૈયાર કરી. તેનાથી લોકો સ્વયંસેવક પણ બન્યા. તેના માધ્યમથી જ ગુનેગારો અને ગુનાસ્થળોની ઓળખ કરવામાં મદદ મળી. પોલીસ પર આરોપ છે કે આ હુલ્લડખોરોને તેઓ નિષ્ક્રિય ઉભા રીને જોતી રહી કે ક્યાંક તેમના પર માનવાધિકરોના હનનનો ગુનો લાગુ ન પડે. થોડા સમય પહેલા એક લોક પ્રદર્શન દરમિયાન ભીડથી અલગ ઉભેલા એક અખબાર વિક્રેતાનું મૃત્યુ પોલીસ દ્વારા ધક્કો મારવાથી થયું હતું. જેના કારણે પોલીસની આકરી ટીકા થઈ હતી. તેને ધ્યાનમાં રાખીને ખુદ વડાપ્રધાન ડેવિડ કેમરૂને કહ્યું કે પોલીસને માનવાધિકારોના ઉલ્લંઘનની આશંકા હોવી જોઈએ નહીં અને તેઓ લાઠી અને વોટર કેનનનો ઉપયોગ કરી શકે છે. 

આજકાલ બ્રિટનની જેલ ભરેલી રહે છે અને કોર્ટ ગુનેગારોથી ઝડપથી છૂટકારો મેળવવા માટે તેમને હળવી અથવા ઓછી સજાઓ આપે છે. માટે કેટલાંક લોકોનું એ કહેવું પણ યોગ્ય છે કે અસામાજિક તત્વો નિરંકુશ થઈ રહ્યાં છે. આ હુલ્લડોથી બ્રિટનની છબી કલંકિત થઈ છે. આગામી વર્ષે લંડનમાં ઓલમ્પિક રમતો યોજાવાની છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ અહીં આવનારા રમતપ્રેમીઓને ડરાવી શકે છે. તેમાં બ્રિટનના પર્યટન ઉદ્યોગ પર પણ ખરાબ અસર પડી શકે છે. આ ઘટનાઓથી વીમા કંપનીઓનું પણ કચુંબર નીકળી ગયું છે. મોંઘવારી અને બેરોજગારીના આ તબક્કામાં અર્થવ્યવસ્થાને પણ ભયંકર આંચકો લાગ્યો છે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

No comments:

Post a Comment