બલબીર પુંજ
દુનિયાના સૌથી મોટા બે નાણાં કેન્દ્ર – ન્યૂયોર્ક અને લંડન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. અમેરિકા પર જ્યાં બીજી વાર આર્થિક મંદીનો પ્રકોપ છવાવાનું જોખમ ઝળુંબી રહ્યું છે, ત્યાં લંડન અશ્વેત હુલ્લડખોરોને કારણે ત્રસ્ત છે. બંનેની દુર્ઘટના પાશ્ચાત્ય જીવન દર્શન અને મૂલ્યોના ઝડપી અનુકરણ કરનારી બાકીની દુનિયા માટે એક બોધપાઠ છે. અમેરિકી જગત જમાદારીનો આંચળો હવે સંપૂર્ણ રીતે ઉતરી ચુક્યો છે. દેશ કર્જમાં ગળાડૂબ છે. તેની વૈશ્વિક શાખ એટલી ઘટી ગઈ છે કે અન્ય દેશોથી હવે વધારે કર્જ મળવું મુશ્કેલ છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા પર ચાલનારા અમેરિકાનું સૌથી મોટું કર્જદાતા ચીન છે, જે પોતાની પારંપરીક સામ્યવાદી અર્થવ્યવસ્થાને ત્યાગી મૂડીવાદના શરણમાં ઉત્તરોત્તર પ્રગતિના પથ પર છે. ચીનને પોતાનું પ્રતિસ્પર્ધી માનીને અમેરિકા પોતાના સંરક્ષણ સંસાધનો પર ખૂબ ખર્ચ કરી રહ્યું છે, ત્યારે હથિયાર ઉત્પાદક અમેરિકી કંપનીઓ પોતાના ખાનગી સ્વાર્થ માટે તેને બીજા દેશોમાં જગત જમાદારી દેખાડવા માટે પ્રેરીત કરી રહી છે. ઈરાક બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાએ ખરબો ડોલર ફૂંકી માર્યા છે, ત્યારે આતંકવાદ વિરુદ્ધ છેડવામાં આવેલી મુહિમમાં પાકિસ્તાનનો સાથ બનાવી રાખવા માટે તે દર વર્ષે તેને મોટી નાણાંકીય મદદ આપી રહ્યું છે.
આ જગત જમાદારી કર્જના જોરે છે. અમેરિકામાં બેરોજગારીનો દર 9.10 ટકા છે, પરંતુ યુવાનોમાં આ દર બેગણો છે. સસ્તા ચીની ઉત્પાદનો માટે પોતાના દ્વાર ખોલવાને કારણે અમેરિકાના ઘરેલુ ઉદ્યોગ-ધંધા તબાહ થયા છે. સસ્તી ચીની વસ્તુઓની લતને કારણે એક સમય અમેરિકાનો વેપાર ઘટી 400 અબજ ડોલરથી વધારે થઈ ગયો હતો. હકીકતમાં અમેરિકાનો પોતાનો વિકાસ અને અનુસંધાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષમતા પર એટલો અહંકાર છે કે તેને લાગે છે કે કોઈપણ અન્ય દેશ અથવા આંતરરાષ્ટ્રીય નાણાં સંગઠન તેની અણદેખી અથવા તેને કર્જ ન આપવાની હિંમત કરી શકે નહીં.
ચીન આજે એક સશક્ત અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું છે, તો તેનું કારણ એ છે કે તેણે બદલતા સમયની સાથે પોતાના વિચારને પણ બદલવામાં વાર કરી નથી. ચીનમાં સામ્યવાદી અધિનાયકત્વ છે, પરંતુ અર્થવ્યવસ્થા મૂડીવાદ અને ઉદારવાદ પર ચાલી રહી છે. ભારતમાં લાંબા સમય સુધી અર્થવ્યવસ્થાને સમાજવાદી રસ્તા પર ચલાવવાની રાજકીય જીદે તેને પોતાની આંતરરાષ્ટ્રીય દેણદારીઓને પૂર્ણ કરવા માટે પોતાના સુવર્ણ ભંડારને ગિરવે મૂકવા માટે વિવશ કરી દીધું હતું. ઉદારવાદ અને મુક્ત બજારની રાહ પકડયા બાદ ભારત વૈશ્વિક પટલ પર સશક્ત અર્થવ્યવસ્થાના રૂપમાં ઉભર્યું છે. તેને આંતરીક અને બાહ્ય ઝંઝાવાતોથી બચાવવાની જરૂરત છે.
લંડનનો હાલનો હશ્ર પણ રોજગારવિહીન વિકાસને જ રેખાંકીત કરે છે. લંડનને વૈશ્વિક શહેર કહેવામાં આવે છે. દુનિયાના કોઈ અન્ય દેશના કોઈ શહેરમાં આટલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવતા નથી, જેટલા લંડનમાં આવે છે. એકલા લંડનમાં 43 વિશ્વસ્તરીય વિશ્વવિદ્યાલયો છે. 1908, 1948ના સફળ ઓલિમ્પિક આયોજનો બાદ આગામી વર્ષે લંડન 2012 ઓલિમ્પિકની મેજબાની કરવા માટે તૈયાર છે, પરંતુ કળા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વગેરે ક્ષેત્રમાં અગ્રણી લંડનની હાલની પરિસ્થિતિ તે વિસંગતિઓને જ રેખાંકીત કરે છે, જે ભૌતિકવાદી પાશ્ચાત્ય દર્શનથી જન્મી છે.
દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ લંડનની સડકો પર લૂંટફાટ કરનારા આફ્રિકી-કેરેબિયાઈ મૂળના અશ્વેત હકીકતમાં પાશ્ચાત્ય ચકાચોંધથી પ્રેરીત છે. આ તે લોકો છે જે પરિશ્રમ અને યોગ્યતાના જોર પર આગળ વધવાની જગ્યાએ ગેરકાયદેસર રીતે ધનોપાર્જન કરવાનું પોતાનું લક્ષ્ય માને છે. બ્રિટનમાં એક અશ્વેત ડ્રગ માફિયા પોલીસના હાથે માર્યો ગયો. તેની પ્રતિક્રિયામાં લંડન ઘણાં દિવસો સુધી બળતું રહ્યું. પ્રારંભિક સ્તર પર પોલીસ હુલ્લડોને રોકવામાં નિષ્ફળ રહી, કારણ કે તેમને હુલ્લડખોરોને વિખેરવા માટે રબરની ગોળીઓ અથવા વોટર કેનનના ઉપયોગની મંજૂરી ન હતી. મોટાભાગના પોલીસવાળાઓને હથિયારના નામે રબરના ડંડા આપવામાં આવ્યા છે. ત્યાંની પોલીસની પોતાની રીતભાત અને આ અલગ વિષય છે, પરંતુ લંડનની કહાની અમેરિકાથી અલગ નથી.
ભૌતિકવાદી જીવનદર્શનમાં પરિવાર અને સમાજ માટે કોઈ સ્થાન નથી. વ્યક્તિ આત્મકેન્દ્રીત થયો છે અને તેના દુષ્પરિણામ સ્વરૂપે સંયુક્ત પરિવારની જગ્યાએ વિભક્ત પરિવારોનું અસ્તિત્વ સંભવ થયું, પરંતુ વિશુદ્ધ ભૌતિકવાદ પર આધારીત વ્યક્તિવાદે કેવાં સમાજની રચના કરી? પરિવાર તૂટવા લાગ્યા. સમાજ છિન્ન-ભિન્ન થઈ ગયો. માનવીય સંબંધો કારોબારમાં બદલાઈ ગયા. અમેરિકામાં અડધાથી વધારે લગ્નો છૂટાછેડામાં ફેરવાઈ જાય છે.
એ કહેવું અતિશયોક્તિ નથી કે ભૌતિકવાદી જીવનદર્શન સાથે ચાર્વાકના ઋણ કૃત્વા ધૃતં પીવેતનો ચોલીદામનનો સાથ છે. એક અનુમાન પ્રમાણે દસ કરોડ અમેરિકી પરિવાર પાસે એક અબજ વીસ લાખ ક્રેડિટ કાર્ડ અર્થાત દરેક પરિવાર પાસે 12 કાર્ડ છે. અમેરિકીઓ પર 26 ખરબ ડોલરનું કર્જ હોવા સિવાય 100 ખરબ ડોલરનું ભવન કર્જ અલગથી છે. 4.36 કરોડ અમેરિકી ગરીબની શ્રેણીમાં છે એટલે કે દરેક સાતમો અમેરિકન નિર્ધન છે. 80ના દશકમાં અમેરિકી પરિવારોની બચત કુલ બચતના 80 ટકા, જ્યારે કોર્પોરેટ બચત 20 ટકા હતી. આજે પારિવારીક બચત ઋણાત્મક છે. નોકરી કરનારા પોતાના વર્ષની આવકથી વધારે એડવાન્સ લઈને સેરસપાટાને પ્રાથમિકતા આપે છે.
લંડનનું સંકટ અપ્રવાસીઓને કારણે પેદા થયું છે. આપણા દેશમાં પણ ક્ષુદ્ર રાજકીય નીતિઓના કારણે સ્થાનિક લોકોના હાથમાંથી ધનોપાર્જનના અવસર છીનવવા લાગ્યા છે. આસામ સહીત દેશના ઘણાં રાજ્યોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી ગઈ છે, પરંતુ સર્વોચ્ચ કોર્ટના આદેશ છતાં સેક્યુલર સત્તા અધિષ્ઠાન વોટબેંકની લાલચમાં તેમને સંરક્ષણ આપી રહ્યાં છે. ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરીક ચોરી-ડકેતીની સાથે ઈસ્લામિક આતંકવાદમાં સંલિપ્ત હોવાની વાત સામે આવે છે. સેક્યુલર સત્તા તંત્રની દિવાલ પર લખેલી ઈબારત વાંચવી જોઈએ.
બ્રિટનની જેમ વિભિન્ન દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસેલા છે. જેમણે પોતાની પ્રતિભા અને પરિશ્રમના જોર પર પોતાની અલગ ઓળખ બનાવી છે. ભારતીયોએ ભૌતિકતાની ઘાલમેલમાં આધ્યાત્મવાદી દર્શન અને સનાતની જીવન મૂલ્યોને વિસ્મૃત કર્યા નથી. ભારતીયોની ભીતર પરિવાર અને સમાજ નામની સંસ્થા અને તેના માપદંડોના જીવિત રહેવાને કારણે જ પાશ્ચાત્ય જીવનની ઘણી વિકૃતિઓથી બચવાનું સંભવ થયું છે, પરંતુ સામાજીક, રાજકીય, શૈક્ષણિક જગતમાં જે ઝડપથી વિકૃત સેક્યુલરવાદ મૂળ નાખી રહ્યું છે, તેનાથી ચિંતા થાય છે.
સૌજન્ય- દૈનિક જાગરણ
No comments:
Post a Comment