પ્રસ્તુતિ-જગદીશ્વર ચતુર્વેદી
અન્ના હજારેનું જનલોકપાલ બિલ માટે આંદોલન ધીરેધીરે અંગડાઈ લઈ રહ્યું છે. અન્નાને દિલ્હી પોલીસે જંતર-મંતર પર આમરણ અનશન માટેની મંજૂરી આપી નથી. સવાલ ઉભો થાય છે કે તેઓ જંતર-મંતર પર જ આમરણ અનશન કેમ કરવા ચાહે છે? તેઓ દિલ્હીની બહાર કોઈપણ જગ્યાએ આંદોલન કેમ કરી રહ્યાં નથી? અન્ના પોતાના કર્મક્ષેત્ર મહારાષ્ટ્રમાં જ આમરણ અનસન કેમ કરતા નથી? જંતર-મંતર લોકપાલનું મુખ્યમથક નથી. સંસદને સંભળાવવા માટે સંસદના ગેટ પર જ આમરણ અનશન થશે અને ત્યારે જ સંસદ સાંભળશે, તે તર્ક ગળે ઉતરતો નથી.
હકીકતમાં અન્નાનું દિલ્હીના જંતર-મંતરનું એક્શન અપ્રાસંગિક છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકપાલ બિલની એક મામલાના રૂપમાં વિદાઈ થઈ ગઈ છે અને અન્ના પોતાના અહંકારનો શિકાર થઈ ગયા છે. કેન્દ્ર સરકારે લોકપાલ બિલ બનાવવા માટે તેમને પાછલીવાર અનશન પરથી ઉઠાડીને લોકપાલ બિલને એક વિષયના રૂપમાં પહેલ અન્નાના હાથમાંથી છીનવી લીધી. અન્ના ટીમને મુસદ્દાની વાતચીતમાં ઉલજાવી રાખી અને પોતાનો મુસદ્દો સંસદની સામે રજૂ કરીને અન્નાને હાશિયા પર મૂકી દીધા છે.
કેન્દ્ર સરકારે જે પ્રકારે લોકપાલ બિલ તૈયાર કર્યું છે અને સંસદમાં રજૂ કરવાની ઘોષણા કરી છે તેનાથી એક જ સંદેશ ગયો છે કે સરકાર લોકપાલ બિલ પર કામ કરી રહી છે અને સિસ્ટમ બનાવવામાં લાગી છે. આ પ્રકારે તેણે અન્ના ટીમના જનલોકપાલ બિલને માત્ર એક દસ્તાવેજમાં ફેરવી નાખ્યો છે. કેન્દ્ર સરકારે ચાલાકી કરીને અન્ના ટીમના મોટાભાગના સૂચનો પોતાના બિલના મુસદ્દામાં સામેલ કરી લીધા છે. સરકારી મુસદ્દામાં અન્ના ટીમના 32 સૂચનોને સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે અન્ના ટીમના મોટાભાગના સૂચનો માનવા જ જનલોકપાલ બિલના મોતની ઘોષણા છે.
અન્નાના આંદોલનને જે પ્રકારે કોર્પોરેટ જૂથો ટેકો આપી રહ્યાં છે અને કોર્પોરેટ મીડિયા કવરેજ આપી રહ્યું છે તેનો એક અર્થ એ પણ છે કે ભારતમાં એન્ટી કોર્પોરેટ આંદોલનનો અંત થઈ ગયો છે. આ એ સંઘર્ષના ઈતિહાસના અંતની ઘોષણા છે કે જેને મૂડીવાદી વિરુદ્ધ સંઘર્ષ કહે છે.
અન્ના પ્રતીક છે તે સમાપનક્ષણનું જેમાં કોર્પોરેટ જૂથો વિરુદ્ધ હવે જંગ લડાઈ રહી નથી. અન્ના ટીમના સંઘર્ષમાં મહત્વપૂર્ણ છે કે તેણે એન્ટી કોર્પોરેટ આંદોલનને વિદાઈ આપી દીધી છે. અન્નાની મીડિયા ઈમેજની અહર્નિશ વર્ષાનો સંદેશ છે કે હવે વૈકલ્પિક દુનિયા સંભવ નથી. અન્નાના મતવાળા સાઈબરવીરોથી લઈને ઉછળકૂદ કરતાં સ્વયંસેવકો સુધી તમામનું લક્ષ્ય છે કે આમ જનતાના મૂડને એન્ટી કોર્પોરેટ અનુભૂતિઓથી બહાર કાઢવામાં આવે.
અન્ના ટીમને સામાન્ય રીતે મીડિયામાં સિવિલ સોસાયટી નામ આપવામાં આવ્યું છે. આ આંદોલનમાં અનેક નાના સ્વયંસેવી સંગઠનોએ ભાગ લીધો છે. પરંતુ અન્ના આંદોલનની પાસે ભારતની જનતા માટે, સંઘર્ષશીલ સામાજીક અને વર્ગીલ આંદોલન માટે પ્રેરણા આપવા લાયક ન તો કોઈ ભાષણ છે અને ન કોઈ વક્તવ્ય છે. અન્ના ટીમ આજ સુધી એક પણ પ્રેરણાપ્રદ નિવેદન જારી કરી શકી નથી, જે આખાદ દેશના ઈમેજિનેશનને પકડે અને પોતાના તરફ આકર્ષિત કરે.
અન્નાની ભાષામાં મર્મસ્પર્શી માધુર્ય નથી. તેમના અવાજમાં હંમેશા એક સૈનિકનો કર્કશ કંઠસ્વર સંભાળાય છે. તેઓ જ્યારે બોલે છે, તો એક હાયરાર્કી પેદા કરતાં બોલે છે. તેમની ભાષામાં વિનમ્રતા ઓછી અને અહંકારનો ભાવ વધારે છે. આંદોલનકારીની ભાષા ગાંધીની ભાષા હોવી જોઈએ. વિનમ્રભાષી હોવી જોઈએ. આંદોલનકારીઓની નવી ફોજ આવી ભાષા બોલી રહી છે જેમાં વિચારધારા દેખાતી નથી, ખાલી માંગણીઓ દેખાય છે. જનતાના મર્મને સંબોધિત કરવાનો ભાવ વ્યંજિત હોતો નથી. તેનાથી વિપરીત રેટોરિક વ્યક્ત થાય છે.રેટોરિક પોતાનામાં વિષયના અંતની ઘોષણા છે.
અન્નાની સાથે વિભિન્ન રંગત અને વિચારધારાના લોકો જોડાઈ ગયા છે. તેમના ટેકામાં બોલનારાઓમાં માકપાથી લઈને ભાજપા સુધી બધાં સામેલ છે. તેમની સાથે કામ કરનારા સંગઠનોમાં વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરનારા સંગઠનો પણ છે. આટલા વ્યાપક વિચારાધારાત્મક સંગઠનોના અન્ના પાછળ હોવાનો સમાહાર એ વાતનો સંકેત છે કે હવે કોર્પોરેટ જૂથોએ ગભરાવાની જરૂરત નથી. વિચારધારાની જ્યા વ્યવહારવાદે લીધી છે. વ્યવહારવાદનું કેન્દ્રમાં આવવું એન્ટી કોર્પોરેટ આંદોલનની સમાપ્તિ છે.
અન્ના ટીમને જેટલું વ્યાપક મીડિયા કવરેજ મળી રહ્યું છે તેવું હાલના વર્ષોમાં કોઈ આંદોલનને કવરેજ મળ્યું નથી. અન્નાભક્તોના હજારો સંદેશ, ઈમેઈલ, નિવેદન વગેરે મીડિયાથી લઈને ઈન્ટરનેટ સુધી છવાયેલા છે. પરંતુ કોર્પોરેટ જૂથો અને નવ આર્થિક ઉદારીકરણ વિરુદ્ધ કોઈ સ્મરણીય પ્રતિવાદ નથી. જ્યારે સાચું એ છે કે ભ્રષ્ટાચારનું ગોમુખ કોર્પોરેટ જૂથો અને નવ આર્થિક ઉદાર નીતિઓ છે.
અન્ના હજારે વારંવાર કડક લોકપાલનો હલ્લો કરીને પોતાની વર્ગીય ભૂમિકા પરથી ધ્યાન હટાવવા ચાહે છે. અન્નાનો મીડિયા અને ઈન્ટરનેટ પર પ્રોપેગેન્ડા ખૂબ છે પરંતુ તે આમ જનતામાં નીચે જતો નથી. મીડિયા અને નેટ પ્રચારીની આ મર્યાદા છે કે તેને તમે આમ જનતાના નીચલા અને સુદૂરવર્તી ક્ષેત્રો સુધી પ્રસારીત કરી શકતા નથી. તમે ઈન્ટરનેટ અને મોબાઈલ સંદેશાઓથી ઈવેન્ટ નિર્મિત કરી શકો છો. આંદોલન કરી શકતા નથી. અન્નાએ અત્યાર સુધી ઈવેન્ટ નિર્મિત કરી છે. આંદોલન નહીં. આગળ પણ તેઓ ઈવેન્ટ જ બનાવવા જઈ રહ્યાં છે. ઈવેન્ટને આંદોલનમાં ફેરવવા માટેની કળા અન્નાને આવડતી નથી.
અન્નાની 16 ઓગસ્ટની ઈવેન્ટ નિશ્ચિતપણે સરકારી બિલને લઈને ક્રિટિકલ છે. પરંતુ આમ જનતાના મનમાં સ્પર્શ કરવામાં અસમર્થ છે. અન્ના ટીમની મુશ્કેલી એ છે કે તેઓ પોતાના આંદોલન દ્વારા એક જ એક્શન કરવા ચાહે છે. અને તે પણ ચાહે છે કે કોઈ સરપ્રાઈઝ ઘટના ઘટિત થાય. આ પદ્ધતિ બાબા રામદેવે અપનાવી હતી. અન્ના અને રામદેવના ગત દિવસોના આંદોલનોમાં સરપ્રાઈઝ એ હતું કે કેન્દ્ર સરકારે પુરતો રસ લીધો અને મંત્રીઓને એક્શનમાં ઉતાર્યા.
અન્ના ટીમની વિશેષતા છે કે તેમની પાસે આંતરરાષ્ટ્રીયથી લઈને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર સુધી નેટવર્ક સાંગઠનિક કનેક્શન છે. પરંતુ તેમની પાસે કોઈ વિઝન નથી. કોઈ ક્રાંતિકારી અથવા પરિવર્તનગામી દર્શન નથી. અન્ના ટીમ અને તેમના અનુયાયીઓ નેટ પર નિવેદન અને સ્વાભાવિક સક્રીયતાનો અર્થ એ પણ છે કે આ લોકોની નાગરીક અભિલાષાઓને ડિજિટલ સંચાર હજમ કરી રહ્યું છે.
અન્નાને ત્યાં આ ડિજિટલ કલ્ચરનું વ્યાપક દોહન થઈ રહ્યું છે. ઈન્ટરનેટ પર તમામ પ્રકારના સમૂહ છે, જો વિભિન્ન વિષયો પર સક્રીય છે. તે જીવનશૈલીથી લઈને હિંદુત્વ, અન્નાથી લઈને સેક્સ, માલના વેચાણથી લઈને ખાનગી પ્રચારના ક્ષેત્ર સુધી સક્રીય છે. નેટની સાઈબર ભીડ હકીકતમાં નાગરીકનો વિકલ્પ છે, તે નાગરીક નથી. આ સાઈબર ભીડનો પોતાનો સંયુક્ત એજન્ડા પણ છે.
સાઈબર ભીડના અચાનક ઉદયનું મુખ્ય કારણ છે સમાજમાં સામૂહીક સમૂહો અને સમુદાયોની સક્રિયતાનો હ્રાસ. સામાજીક જીવનમાં સાર્વજનિક સ્પેસનો ક્ષય થવાના કારણે સાઈબર ભીડમાં વધારો પણ થઈ રહ્યો છે. આમ જીવનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રતિવાદ ગાયબ છે. માટે ભ્રષ્ટાચાર વિરુદ્દ ઈન્ટરનેટ પર લોકોની સંખ્યા વધી રહી છે. આમ જીવનમાં દોસ્ત ગાયબ છે, પરંતુ ફેસબુક પર સેંકડો મિત્રોની સંખ્યા વધી રહી છે. આમ જીવનમાં સંવાદ ગાયબ છે, આમને-સામેન મળે છે, તો વાત જ કરતાં નથી, પરંતુ સાઈબર ચેટ, ઈમેઈલ, ફેસબુક સંવાદ વગેરે વધારે કરવા લાગ્યા છીએ. આ હકીકતમાં નાગરીક જીવનમાં સંવાદ, મિત્રતા, સંગઠન, સમુદાય વગેરે સાથે નાગરીકતાના ક્ષયની સૂચના છે. આ લોકતંત્રના ક્ષયિષ્ણુ રૂપની સૂચના છે. આ કોર્પોરેટ જૂથો માટે આરામની નિંદર તાણવાનો તબક્કો છે.
અન્ના ટીમ અથવા કોઈને ઈન્ટરનેટ અને મીડિયામાં પોતાની ખબરો અને સંદેશાઓના પ્રવાહને જોઈને એ મહેસૂસ થઈ શકે છે કે જોવો કેટલી જનતા વાત કરી રહી છે, જોઈ રહી છે, સમર્થન કરી રહી છે. પરંતુ સત્ય એ છે કે આ જનતા નથી, સાઈબર ભીડ છે. તેઓ સામાજીક અથવા રાજકીય ઘટનાને કવરેજ આપી રહ્યાં નથી. પરંતુ નજારો બનાવી રહ્યાં છે. તેઓ કોઈ ઘટના બનાવતા નથી, પરંતુ પહેલેથી બનેલા મીડિયા વાતાવરણમાં કંઈક જણાવે છે. આ ક્રમમાં તેઓ ચેનલ, સેવા અને માલ (અન્ના વગેરે)નું વેચાણ કરે છે. અહીં જે આત્મીયતા અને લગાવ જોવા મળે છે તે માર્કેટિંગની કળા છે.
No comments:
Post a Comment