સી. ઉદય ભાસ્કર
સોમવારે વડાપ્રધાન મનમોહન સિંહ અંગ્રેજોની હુકૂમત।થી દેશને આઝાદીની 64મી વર્ષગાંઠ મનાવા માટે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. ઉપનિવેશવાદી શાસનથી મુક્ત થનારા અન્ય અનેક દેશોની સરખામણીમાં ભારત પાસે પોતાના અત્યાર સુધીના સફરમાં સંતોષ કરવા લાયક ઘણું બધું છે. પાકિસ્તાનની સરખામણી કદાચ સૌથી વધારે અનુકૂળ હશે. પરંતુ ચીનના સંદર્ભમાં આવું કહી શકાય નહીં. ઉપલબ્ધિઓ પોતાની જગ્યાએ છે, પરંતુ ઘણાં એવા ક્ષેત્રો છે કે જે નિષ્ફળતાની તસવીર રજૂ કરે છે અને તે ઉંડી ચિંતાનો વિષય પણ બનવા જોઈએ. ભ્રષ્ટાચાર આવું જ એક ક્ષેત્ર છે. કેટલાંક ક્ષેત્ર એવા છે કે જ્યાં આપણી નિષ્ફળતા શર્મસાર કરનારી છે. કન્યા ભ્રૂણ હત્યા અને ખોટા સમ્માન માટેની હત્યાઓ અર્થાત ઓનર કિલિંગને આમા ગણી શકાય છે.
ઓગસ્ટ 1947માં જે સ્વતંત્રતા અને સમાનતાના સપના જોવામાં આવ્યા હતા અને જેને જાન્યુઆરી 1950માં બંધારણ સ્વરૂપે ઔપચારીક સ્વરૂપ આપવામાં આવ્યું, તે આજે પણ કરોડો ભારતીયોની પહોંચથી દૂર છે અને જ્યાં આ વિશેષ ઉપાય દ્વારા લક્ષિત વર્ગ માટે તેને ઉપલબ્ધ કરાવાયા છે ત્યાં તે ઘણાં વિકૃત રૂપમાં છે. ઘણાં પ્રકારે ફિલ્મ આરક્ષણ સાથે જોડાયેલો હાલનો વિવાદ આ વિકૃતિઓ અને વિરોધાભાસોને જ ઉજાગર કરે છે. અહીં ફિલ્મની સમીક્ષાનો ઉદેશ્ય નથી જેને દલિત વિરોધી માનવામાં આવી રહી છે, પરંતુ અલગ-અલગ ક્ષેત્રો દ્વારા ઉભરેલા તે વિવાદની પ્રકૃતિ પર ધ્યાન આપવું જરૂરી છે જેને આ ફિલ્મને ત્રણ રાજ્યો- ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને પંજાબમાં પ્રતિબંધિત કરી દીધી.
ફિલ્મ આરક્ષણને સેન્સર બોર્ડે સારી રીતે મંજૂરી પ્રદાન કરી છે. આ ફિલ્મ રિલિઝ પણ ન હતી થઈ જ્યારે ટેલિવિઝન પર દર્શાવવામાં આવેલા તેના પ્રમોશનલ સંવાદ અને ટ્રેલરને દલિતની સંવેદનશીલતાને આઘાત પહોંચાડનાર માનવામાં આવ્યા. આ વિવાદ દિવસેને દિવસે વધ્યો. બંધારણમાં અભિવ્યક્તિની જે આઝાદી સુનિશ્ચિત કરવામાં આવી છે તેને તકવાદી રીતે ઈજા પહોંચાડવામાં આવી અને ત્યાર બાદ જે ઘટનાઓ સામે આવી તેને સંકીર્ણતાની મર્યાદામાં જ રાખી શકાય છે.
આરક્ષણ વિવાદે ભારતીય રાજકારણની બે ગંભીર બીમારીઓને રેખાંકીત કરી છે, જેની જો અણદેખી કરવામાં આવી તો તે રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર દુષ્પ્રભાવ નાખશે. જો કે ઓગસ્ટ 1947માં રાષ્ટ્રના સંસ્થાપકો અને બંધારણની રચના કરનારા ડૉ. બી. આર. આંબેડકર જેવાં લોકો જાત-પાંતથી ભરેલા ભારતીય સમાજમાં શિક્ષણ અને રોજગારના અવસરોમાં વંચિત વર્ગની વસ્તીના અનુપાતમાં આરક્ષણ આફી સામાજીક સમાનતા સ્થાપના કરવાની આશા કરી હતી, પરંતુ 64 વર્ષ વીત્યા બાદ વાસ્તવિકતા ઘણી બદરંગ અને ખતરનાક છે. અનેક રાજ્યોમાં જાતિ અને મઝહબ ભારતીય રાજકારણને પ્રભાવી કરનારી સૌથી મોટી શક્તિ બની ગઈ છે અને દેશના અનેક રાજ્યોમાં આવા મજબૂત અને વર્ચસ્વવાળા પ્રાદેશિક પક્ષો ઉભરી આવ્યા છે જેમનો જન્મ જ જાતિય આધાર પર થયો છે. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને બિહર તેના ઉદાહરણો છે, જ્યારે પંજાબમાં મઝહબી સમૂહોની ઓળખ રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
આ મુદ્દા પર ચર્ચાનું ધ્રુવીકરણ થઈ ચુક્યું છે. આરક્ષણ વિવાદથી જોડાયેલો એક અન્ય મુદ્દો છે અસહિષ્ણુતાનો. આ મુદ્દા પર ટેલિવિઝન ચેનલો પર થયેલી અને થઈ રહેલી ચર્ચામાં રચનાત્મકતા અને ઉદેશ્યપરકતા ગાયબ છે, જે લોકતંત્રનો એક આવશ્યક ગુણ છે. બંધારણમાં જે સ્વતંત્રતાનો ઉલ્લેખ છે, તેના હેઠળ લોકોને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેમને વિપક્ષમાં પોતાનો વિચાર રાખવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ દેશમાં આજે જે મૂડ છે તે એક પક્ષપાતી દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. સંસદમાં પણ આ નજરે પડે છે અને રાજ્યોની રાજધાનિયોમાં વિધાનસભામાં જાતિવાદી તણાવનો ખતરો ઉત્પન્ન થવાની આશંકા છે. આ ફિલ્મ મુખ્ય રૂપથી ભારતમાં શિક્ષણના વ્યાવસાયીકરણના મુદ્દાને ઉઠાવે છે. આ એક અન્ય ગંભીર મુદ્દો છે જે સમાનતાના ઉદેશ્યને પૂરો થવા દઈ રહ્યો નથી. એક સુરક્ષા વિશ્લેષકના રૂપમાં માને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે પંડિત નેહરુ બાદથી ભારતીય રાષ્ટ્ર-રાજ્યની સૌથી મોટી સમસ્યા એ રહી છે કે શિક્ષણના સંદર્ભમાં માત્ર જબાની જમા ખર્ચ જ કરવામાં આવ્યો છે અને કરોડો ભારતીયોને યોગ્ય સ્વતંત્રતા આપવામાં આવી નથી. દેશ અને તેના ચૂંટાયેલા પ્રતિનિધિ તેના ગુનેગાર છે. શિક્ષણને નાગરીકોના મૂળભૂત અધિકારના રૂપમાં જોવાની જગ્યાએ એક ભારે લાભવાળા વ્યવસાયિક ઉદ્યમના રૂપમાં જોવાના કારણે આપણા દેશને અજ્ઞાનતા અને અશિક્ષાથી સર્વાધિક કિંમતી આઝાદીથી કરોડો લોકોને વંચિત રાખ્યા. આરક્ષણ આ મુદ્દાને ઉઠાવે છે, પરંતુ વિચિત્ર છે કે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી જે અપેક્ષિત છે. આશ્ચર્ય છે કે નારાજ ભારતીય વાલીઓ રાજનેતાઓ અને નોકરશાહોને આ મામલે અસહજ કરનારા સવાલો પુછી રહ્યાં નથી.
મોટાભાગે એ કહેવામાં આવે છે કે આપણા દેશમાં ગુનાનું રાજનીતિકરણ અને રાજનીતિનું અપરાધીકરણ ચરમ પર પહોંચી ગયું છે. પરંતુ મારી દ્રષ્ટિએ સૌથી મોટો અપરાધ બાળકોને 21મી સદીના પડકારો અનુરૂપ સમાન અને પહોંચવાળા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર ન આપવો છે. ઉચ્ચ શિક્ષણનો જે વૈકલ્પિક ઢાંચો ઉભો થઈ ચુક્યો છે તે ખાનગી કોલેજોના બેરોકટોક પ્રસારનું પરિણામ છે. આરક્ષણ ફિલ્મ શિક્ષણમાં ફેલાઈ ચુકેલા ભ્રષ્ટાચાર અને બિકાઉપણાને સપાટી પર લાવી છે અને જો તેના પર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવશે નહીં તો આગામી 15 વર્ષમાં અશિક્ષિત અને બેરોજગાર લોકોની જે ફોજ આપણી સામે હશે તે આંતરીક સુરક્ષા માટે એક મોટો ખતરો સાબિત થશે.
સૌજન્ય-દૈનિક જાગરણ
No comments:
Post a Comment