- આનંદ શુક્લ
અદાણી-હિંડનબર્ગ
મામલે સંસદમાં પીએમ મોદીને નિશાન બનાવીને કહેવાયેલી વાતો અને લંડનમાં ભારતની
લોકશાહી ખતરામાં હોવા સંબંધિત નિવેદનોને લઈને રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા સમાપ્ત
થવાની ચર્ચા ભલે થઈ રહી છે. પરંતુ આના પર રાજનીતિ જરૂર થશે, પણ રાહુલ ગાંધીની સંસદની
સદસ્યતા સમાપ્ત થાય તેવી ભૂલ ભાજપના રણનીતિકારો નહીં કરે તેવું પણ માનવામાં આવી
રહ્યું છે.
સંસદના બજેટ
સત્રમાં બીજા તબક્કામાં રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા સમાપ્ત થવાની તીવ્ર ચર્ચા
છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યુ છે કે જેવી રીતે નાણાં લઈને સવાલ પુછવાના
મામલે વિશેષ કમિટી દ્વારા તપાસ કરાવાય હતી અને 11 સાંસદોની સદસ્યતા સમાપ્ત કરવામાં
આવી હતી, તેવી રીતે રાહુલ
ગાંધી દ્વારા વિદેશ જઈને દેશના અપમાનવાળી ઘટનાની વિશેષ કમિટી દ્વારા તપાસ થવી
જોઈએ. પરંતુ સરકાર પણ જાણે છે કે રાહુલ ગાંધીએ વિદેશ જઈને કોઈ એવી વાત કહી નથી, જે દેશ માટે અપમાનજક હોય
અને તેના પર કાર્યવાહીનો કોઈ આધાર બને.
જો કે સત્તાપક્ષ
દ્વારા પોઝિશનિંગ રાહુલ ગાંધીએ વિદેશમાં જઈને દેશનું અને દેશની લોકશાહીનું અપમાન
કર્યાની જ બનાવાય રહી છે. તેમને માફી મંગાવવાની માગણી પણ સત્તાપક્ષ દ્વારા થઈ રહી
છે. આ સમગ્ર ઘટનાને લઈને ચર્ચાઓ ભલે રાહુલ ગાંધીની સદસ્યતા છીનવવાને લઈને થઈ રહી
હોય. પરંતુ રાહુલ ગાંધીને તેમના દરેક નિવેદનોમાં ઘેરવાની રણનીતિનો આ એક ભાગ
હોવાનું મનાય રહ્યુ છે, કારણ કે જો તેમણે
આવી કોઈ વાત કરી હોત, તો અત્યાર
સુધીમાં તેમની ઉપર આપરાધિક મામલો દાખલ કરી દેવાયો હોત. લંડનમાં રાહુલ ગાંધીએ સાંસદ
તરીકે જ સ્પીચ આપી હતી. પરંતુ ત્યાં તેમને કોઈ વિશેષાધિકાર પ્રાપ્ત નથી. સંસદની
બહાર કહેવામાં આવતી કોઈપણ વાત માટે તેમના પર આપરાધિક મામલો દાખલ થઈ શકે છે, જે હજી સુધી નથી થયો.
અત્રે ઉલ્લેખનીય
છે કે જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રા વખતે મહિલાઓના યૌન શોષણને લઈને કરેલી
ટીપ્પણી બદલ દિલ્હી પોલીસે રાહુલ ગાંધીનો જવાબ લેવાની કાર્યવાહી કરી હતી. આવી પણ
કોઈ કાર્યવાહી રાહુલ ગાંધીની લંડન સ્પીચને લઈને હજી સુધી થઈ નથી. તેથી મનાય રહ્યું
છે કે રાહુલ ગાંધી પર લંડન સ્પીચના કારણે સદસ્યતા જવાની ચર્ચા એક પોઝિશનિંગ ઉભું
કરીને તેમને રાજકીય રીતે ભીંસમાં લેવાની ચાલ હોવાની શક્યતા છે.
રાહુલ ગાંધીની
સદસ્યતા નહીં છીનવાય તેનું એક મોટું રાજકીય કારણ પણ છે. આના પહેલા બે ઘટનાઓ એવી રહી
છે, જ્યારે લોકસભાની
ચૂંટણી પહેલાની પેટાચૂંટણીને કારણે સત્તાવિરોધી લહેર બની હતી. 1974માં શરદ યાદવ
જબલપુરની બેઠક પરથી પેટાચૂંટણી જીત્યા અને ત્યારે તત્કાલિન સૌથી શક્તિશાળી નેતા
ઈન્દિરા ગાંધીની સત્તાની ઉલટી ગણતરીઓ શરૂ થઈ હતી. આ સિવાય 1987માં યુપીમાં
અલ્હાબાદ બેઠક પરી પેટાચૂંટણીમાં વી. પી. સિંહ જીત્યા હતા અને તેના પછી ભારતના
ઈતિહાસની સૌથી મોટી બહુમતીવાળી સરકારની ઉલટી ગણતરી શરૂ થઈ હતી. આ મામલાને ભાજપના
રણનીતિકારો સારી રીતે સમજે છે. માટે તેઓ 2024ની લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષનો
સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ
અને રાહુલ ગાંધીને વિક્ટિમ કાર્ડ ખેલવા માટેનો કોઈ લૂઝ બોલ આપે તેવી કોઈ શક્યતા
નથી. પરંતુ પોઝિશનિંગ ઉભું કરવા માટે તમામ પ્રકારની રાજનીતિ સામસામે લોકસભા ચૂંટણી
સુધી થતી રહેશે. તથી જાણકારો માને છે કે રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત કરીને તેમને
ફરીથી પેટાચૂંટણી લડવાનો મોકો આપવામાં આવે તેવી શક્યતા નથી. હા, તેમની સદસ્યતાને સમાપ્ત
ત્યારે જ સમાપ્ત કરવામાં આવે, જ્યારે તેમના
ચૂંટણી લડવા પર રોક લગાવાય.
No comments:
Post a Comment