- આનંદ શુક્લ
રાહુલ ગાંધીની
લોકસભા સદસ્યતા ગયા બાદ લડાઈ ચાલુ રહેશેનો હુંકાર ભર્યો છે. અન્ય વિપક્ષી દળોએ પણ
કોંગ્રેસને સાથ આપ્યો છે. તો ભાજપે પણ
પલટવાર કરીને રાહુલ ગાંધીને નિશાને લીધા છે.
મોદી સરનેમ
બદનક્ષી કેસમાં સુરત કોર્ટમાંથી 2 વર્ષની સજા પામેલા રાહુલ ગાંધી હવે લોકસભા
સચિવાલયની કાર્યવાહી બાદ ભૂતપૂર્વ સાંસદ થઈ ચુક્યા છે. નોટિફિકેશન પ્રમાણે, તેમનું સંસદ પદ 23
માર્ચથી રદ્દ કરાયું છે. તેમના બહેન પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે અમારી રગોમાં
દોડતા લોહીની ખાસિયત છે કે સત્તાલોભી તાનાશાહ સામે ઝુક્યા નથી અને ઝુકીશું નહીં.
તો કેન્દ્રીય
મંત્રી ભૂપેન્દ્ર યાદવે કાર્યવાહીને યોગ્ય ઠેરવતા કહ્યુ છે કે રાહુલ ગાંધી ગાળ આપી
રહ્યા હતા. તેઓ કોઈ લોકતાંત્રિક ચર્ચા કરી રહ્યા ન હતા.
પશ્ચિમ બંગાળના
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે મોદીના ન્યૂ ઈન્ડિયામાં વિપક્ષી નેતાઓ
નિશાને છે.
દિલ્હીના
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમને સૌથી ઓછું
ભણેલા અને ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ પીએમ ગણાવીને રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ
કહ્યુ છે કે આજે ચોરને ચોર કહેવો પણ ગુનો થઈ ગયું છે. તો સમાજવાદી પાર્ટીના
અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાના નેતાઓ આઝમ ખાન અને તેમના પુત્રની વિધાનસભા સદસ્યતા
જવાના મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે.
No comments:
Post a Comment