Saturday, 25 March 2023

LAC પર ચીનના દુસ્સાહસની મનસા યુદ્ધ નથી, તો શું છે?

 


-    - આનંદ શુક્લ

પૂર્વ લડાખ અથવા અરુણાચલ પ્રદેશમાં ચીનના દુસ્સાહસની મનસા શું યુદ્ધ નથી? ભારતીય સેનાધ્યક્ષ જનરલ મનોજ પાંડેએ ચીનના બદઈરાદાનો ખુલાસો કરતા - ગ્રે ઝોન વોરફેર- મામલે ચેતવણી આપી છે.

ભારતના બંને પરમાણુ પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની હરકતો સર્વવિદિત છે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ મનોજ પાંડેએ ભારતને પોતાની ક્ષમતા માત્ર ચીન-પાકિસ્તાનના ગ્રે ઝોન વોરફેરને નિષ્ફળ બનાવવા માટે જ નહીં, પણ બંને પાડોશીઓને તેમની હદમાં રોકવા માટે વધારવાની સલાહ આપી છે. તેમણે યુદ્ધની ચર્ચા કરતા સામરિક ડિટરેન્સ ઈન્સ્ટ્રૂમેન્ટની પણ વાત કરી છે.

સેનાધ્યક્ષ જનરલ મનોજ પાંડેએ કહ્યુ છે કે   સીમા વિવાદ સતત આપણા માટે પડકાર બનેલો છે. તેવામાં એ સમજવું જરૂરી છે કે સીમા પ્રબંધનમાં થોડીપણ ખામી સંઘર્ષને વધારી શકે છે. તેવામાં ડિટરન્સ જરૂરી છે.  ભલે જનરલ પાંડએ વિગતવાર ખુલાસો કર્યો નથી, પરંતુ તેમની ચીન-પાકિસ્તાનને હદમાં રાખવા માટેની ભારતની પરમાણુ શક્તિ સાથે સાંકળીને જોવાય રહ્યું છે.

જનરલ મનોજ પાંડએ લાંબો સમય ચાલનારા યુદ્ધની તૈયારી સંદર્ભે વાત કરતા કહ્યુ છે કે  તાજેતરમાં સંઘર્ષની રણનીતિ તરીકે ગ્રે ઝોન દુસ્સાહસ વધ્યું છે. તકનીકી વિકાસને કારણે તેની હદ ઘણી વધી છે.જનરલ પાંડેએ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યુ હતુ કે કે હું આ વાત પર જોર મૂકવા માંગુ છું કે ભલે આપણે આની વાત વાત કરીએ, પરંતુ વિરોધી આપણી વિરુદ્ધ ગ્રે ઝોન રણનીતિ અપનાવી રહ્યા છે.   તેમણે રશિયા-યુક્રેનના યુદ્ધમાંથી બોધપાઠ લેવાની વાત કરતા કહ્યુ છે કે ભારતે પણ નાના યુદ્ધના સ્થાને લાંબો સમય ચાલનારા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.

No comments:

Post a Comment