- આનંદ શુક્લ
કદાચ અરવિંદ
કેજરીવાલ અને તેમની પાર્ટી આમ આદમી પાર્ટી શહીદ ભગતસિંહ-સુખદેવ-રાજગુરુને શહીદ
દિવસ પર ભૂલી ગયા. યાદ રહે આમ આદમી પાર્ટીની સરકારના કાર્યાલયોમાં ગાંધીજીનો
ફોટોગ્રાફ હટાવીને ડૉ. બાબાસાહેબ આંબેડકર અને શહીદ-એ-આઝમ ભગતસિંહની તસવીરો
કેજરીવાલે જ ફરજિયાત કરાવી છે.
આમ આદમી પાર્ટીના
સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકીય દબાણને કારણે કદાચ શહીદ
એ આઝમ ભગતસિંહની શહાદતને શહીદ દિવસ પર ભૂલી ગયા હશે. એવું લાગે છે કે મનીષ
સિસોદિયાની ધરપકડ, દિલ્હી સરકારનું
બજેટ અને રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી પાર્ટીઓનો મોરચો બનાવવાનું રાજકીય દબાણ
કેજરીવાલને શહીદ એ આઝમની શહાદત ભૂલાવનારું બન્યું છે.
કેજરીવાલ
સરકારનું જાહેરાતોનું બજેટ 568 કરોડ રૂપિયા છે. મહત્વપૂર્ણ છે કે આ વિજ્ઞાપન બજેટ
કોંગ્રેસના શીલા દિક્ષિતના કાર્યકાળ સમયના છેલ્લા વર્ષ એટલે કે 2012-13માં માત્ર
15 કરોડનું હતું. પરંતુ કેજરીવાલ સરકારે 23 માર્ચના રોજ સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની
શહાદતના દિવસના પ્રસંગે કોઈ જાહેરાત આપી ન હતી. સામાન્ય રીતે દિલ્હીના અખબાર
દિલ્હીની કેજરીવાલ સરકારની જાહેરાતોથી ભરેલા રહે છે. પરંતુ ભગતસિંહની શહાદત પર
જાહેરાત પ્રકાશિત નહીં થતા આશ્ચર્ય સર્જાયું હતું. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીના
ભગવંત માનની સરકાર સત્તામાં છે. પંજાબ સરકારની જાહેરાતો પણ દિલ્હીથી લઈને તમિલનાડુ
સુધીના અખબારોમાં પ્રકાશિત થાય છે. પરંતુ પંજાબ સરકારની જાહેરાત પણ ભગતસિંહના
શહાદત દિવસે દિલ્હીના અખબારોમાં પ્રકાશિત થઈ નહીં.
આશ્ચર્ય એટલા
માટે પણ થઈ રહ્યું છે, કારણ કે અરવિંદ
કેજરીવાલે ઘોષણા કરી હતી કે આમ આદમી પાર્ટીના સરકારી કાર્યાલયોમાં ભગતસિંહ અને
બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીર લગાવવામાં આવશે. કેજરીવાલે મહાત્મા ગાંધીની
તસવીરોને હટાવીને ભગતસિંહ અને આંબેડકરની તસવીરો લાગડાવી હતી. પરંતુ આટલી બધી
જાહેરાતો આપી રહેલી તેમની સરકારે ભગતસિંહની શહાદતના સમ્માનમાં જાહેરાત પ્રકાશિત કરી
નહીં તે ચોંકાવનારું હતું. દિલ્હીના અખબારોમાં એક જાહેરાત હરિયાણાની મનોહરલાલ
ખટ્ટર સરકારની દેખાઈ અને બીજી જાહેરાત મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાનની સરકારની
જોવા મળી હતી.
No comments:
Post a Comment