- આનંદ શુક્લ
મોદી અટકને લગતા
વિવાદીત નિવેદનના કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે 2 વર્ષની કેદની સજા ફટકાર્યા
બાદ તેમને તાત્કાલિક જામીન મળી ગયા છે. જેને કારણે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા
પર 2 વર્ષની સજાને કારણને નવો ખતરો પણ પેદા થઈ ગયો હતો. તેની સાથે લોકસભા સચિવાલયે
રાહુલ ગાંધીની સદસ્યતાને રદ્દ કરવાની કાર્યવાહી પણ કરી હતી
સુરતની
ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલ ગાંધીને ફોજદારી બદનક્ષીના કસેસમાં દોષિત ઠેરવીને બે
વર્ષની સજા ફટકારી છે. આ કેસ મોદી સરનેમ પર વિવાદીત ટીપ્પણીને લઈને ભાજપના
ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્યો હતો. જો કે રાહુલ ગાંધીને ઉપલી અદાલતમાં જવા માટે 30
દિવસની મહોલત આપીને જામીન આપી દીધા છે. ચુકાદા વખતે રાહુલ ગાંધી કોર્ટમાં હતા અને
સજા બાદ તેમની લોકસભાની સદસ્યતા પર વધુ એક ખતરો ઉભો થયો છે.
ચીફ જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ એચ. એચ. વર્માએ 17 માર્ચે સુનાવણી પુરી કરીને ચુકાદો સુરક્ષિત રાખ્યો
હતો. વકીલે કહ્યુ છે કે જજે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા પુચયું કે શું તમારે કંઈ
કહેવું છે? તેના પર રાહુલ
ગાંધીએ કહ્યુ કે તે ભ્રષ્ટાચાર સામે બોલતા રહે છે, પરંતુ જાણીજોઈને આવું કંઈ
કર્યું ન હતું. બચાવ પક્ષના વકીલે કહ્યુ કે રાહુલે જે વાત કહી હતી, તેનાથી કોઈને હાનિ થઈ નથી, તો ઓછામાં ઓછી સજા અપાય.
તો ફરિયાદી પક્ષના વકીલે કહ્યુ કે રાહુલ ગાંધી સાંસદ છે. જે લોકો કાયદો બનાવે છે, તે તોડશે તો આનો સમાજમાં
શું સંદેશ જશે, માટે તેમને
મહત્તમ સજા આપવામાં આવે.
કર્ણાટકની એક
ચૂંટણી રેલીમાં મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી નીરવ મોદીક, લલિત મોદીના ઉલ્લેખ સાથે
વાંધાજનક ટીપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે શા માટે તમામ ચોરોની સમાન
સરનેમ મોદી જ હોય છે? આ મામલે ભાજપના
ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોદી સમુદાયના અપમાન મામલે 2019માં રાહુલ ગાંધી સામે
બદનક્ષીની ફોજદારી ફરિયાદ કરી હતી. રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં રજૂ થયા હતા.
તેમણે નિવેદન યાદ નહીં હોવાનું કહેતા સભાનું વીડિયો રેકોર્ડિંગ રજૂ કરાયું હતું.
ચૂંટણી અધિકારીને પણ કોર્ટે બોલાવ્યા હતા. આ મામલામાં સજા બાદ રાહુલ ગાંધીની
લોકસભાની સદસ્યતા સામે વધુ એક ખતરો પેદા થયો હતો અને બાદમાં તેમની લોકસભા સદસ્યતા
રદ્દ થઈ હતી.
No comments:
Post a Comment